Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણનું સ્થાન $(x)$ એ સમય $(t)$ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાતી રહે છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણનો સરેરાશ પ્રવેગ ............ $m / s ^2$ થાય?
એક દડાને $t=0 $ સમયે સ્થિર સ્થિતિમાંથી ખૂબ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે. $6$ સેકન્ડ બાદ બીજા દડાને તે જ પ્લેટફોર્મ પરથી $v$ ઝડપથી નીચે ફેંકવામાં આવે છે. બંને દડા $t=18\;s$ ના સમયે એકબીજાને મળે છે. $v $ નું મૂલ્ય ($m/s$ માં) કેટલું હશે? ($g= 10\; ms^{-2}$ લો)
$44.1 \,m$ ઊંચાઇ ધરાવતા એક પુલ ઉપરથી પથ્થરને મુકત કરવામાં આવે છે.$1 \,sec$ પછી બીજા પદાર્થને ફેંકવામાં આવે છે.બંને પદાર્થ પાણીમાં એક સાથે પડે છે.તો બીજા પદાર્થને કેટલા......$m/s$ વેગથી ફેંકયો હશે?
એક કાર $AB$ જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર $v_{1} \,ms ^{-1}$, બીજુ એક તૃતિયાંશ અંતર $v_{2} \,ms ^{-1}$ અને અંતિમ એક તૃતિયાંશ અંતર $v_{3} \,ms ^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}$ અને $v_{1}=11 \,ms ^{-1}$ હોય, તો કારનો સરેરાશ વેગ ..........$ms ^{-1}$ હશે.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $10 \,sec$ માં $27.5\, m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે.તો તેની પછીની $10 \,sec$ માં તેણે કેટલા.........$m$ અંતર કાપ્યું હશે?
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135 m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\ ms^{-1 }$ થી $ 20\ ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય $(s$ માં$)$ કેટલું હશે?
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?