નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો :
જન્મનું પ્રમાણપત્રગુજરાત સરકારજાહેર આરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે નીચેની માહિતી જન્મના મૂળ રેકૉર્ડમાંથી લેવામાં આવી છે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રજિસ્ટરમાં નોંધાયેલ છે. |
નામ | : | રિતેશ સુરેશકુમાર પ્રજાપતિ |
જાતિ | : | પુરુષ |
જન્મતારીખ | : | ૦૩ - ૦૭ – ૨૦૦૯ (ત્રણ જુલાઈ, બે હજાર નવ) |
જન્મસ્થળ | : | અમદાવાદ |
પિતાનું નામ | : | સુરેશકુમાર પ્રજાપતિ |
માતાનું નામ | : | હેતલબેન પ્રજાપતિ |
માતા / પિતાનું સરનામું | : | ૨૫, આનંદનગર સોસાયટી, રાણીપ, અમદાવાદ. |
નોંધણીની તારીખ | : | ૧૮ - ૦૭ - ૨૦૦૯ |
નોંધણી ક્રમાંક | : | ૨૩૭ / ૨૦૦૯ |
| સત્તાધિકારીની સહીઆરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન |
(૧) રિતેશની જન્મની તારીખ _________________, જન્મનો મહિનો _________________ અને જન્મનું વર્ષ _________________ છે.
(૨) રિતેશના પિતાનું નામ _________________, માતાનું નામ _________________ અને જન્મનું સ્થળ _________________ છે.
(૩) રિતેશ ૦૩ – ૧૨ – ૨૦૦૯માં કેટલા મહિનાનો થાય ? _________________ .
(૪) રિતેશ કઈ તારીખે દસ વર્ષનો થયો ? _________________ .
(૫) નોંધણીનો ક્રમાંક કેટલો છે ? _________________ .