Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર ટાંકીની દીવાલમાં $A$ અને $B$ સપાટીથી $h_1$ ઊંડાઈ અને તળિયેથી $h_2$ ઊંચાઈ પર બે હૉલ છે.પાણીની સપાટી ટાંકીના તળિયેથી $H$ ઊંચાઈ પર છે.બંને હૉલમાંથી આવતું પાણી જમીન પર સમાન સ્થાન $S$ પર પડે છે તો $h_1$ અને $h_2$ નો ગુણોત્તર કેટલો થાય?
ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$ અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .
એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં $2\, cm$ ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર $0.74 \,m^3$ પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ $m$ ની નજીકની છે.
એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?