Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?
$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે?
$0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?
કોઇ પદ્ધતિ માં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ જડત્વની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર શુ થાય?
સાંકડીપટ્ટીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $(10.0 \pm 0.1)\,cm$, $(1.00 \pm 0.01)$ અને $(0.100 \pm 0.001)$ છે. કદમાં સૌથી વધુ સંભવિત ત્રુટિ કેટલી હશે ?
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?