Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
આંખના ડોકટરે $40cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $25 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ સંપર્કમાં રાખીને પહેરવાનું કહે છે.તો તેના લેન્સનો પાવર કેટલો થાય?
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.