Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\, m$ લંબાઈ અને $3\, mm$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના ($Y = 7 \times {10^{10}}N/{m^2})$ તાર પર $40\, kg$ નું વજન લટકાવેલું છે .સમાન લંબાઈ ધરાવતા કોપરના $(Y = 12 \times {10^{10}}N/{m^2})$ તાર પર એલ્યુમિનિયમના તાર જેટલું જ બળ લગાવતા એલ્યુમિનિયમ જેટલો જ લંબાઈમાં વધારો કરવા માટે કોપરના તારનો વ્યાસ કેટલો હોવો જોઈએ $?$
એક $l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડેલ છે. નાના સળિયાનો છૂટો છેડો છત સાથે બાંધેલો છે અને મોટા સળિયાના છૂટા છેડા પર $\theta°$ વળ ચડાવવામાં આવે તો બંનેના જોડાણના સ્થાન પર વળનો ખૂણો કેટલો થાય $?$
જયારે તાર પર $4N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $a$ છે.જયારે $5N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $b$ છે.તો જયારે $9N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ કેટલી થાય?
$25\, cm$ લંબાઇ અને $2\,mm$ ત્રિજયા ધરાવતા તાર નો એક છેડા જડિત છે, અને બીજા છેડે ટોર્ક લગાવતાં કોણીય સ્થાનાંતર ${45^o}$ કરવા ......... $J$ કાર્ય કરવું પડે . $(\eta = 8 \times {10^{10}}\,N/{m^2})$
સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે. તે બંને પર સમાન પ્રતિબળ લગાવવામાં આવતું હોય તો લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
ચોકકસ કદ $V$ નો તાંબાનો $ l $ લંબાઇનો તાર બનાવ્યો છે. આ તાર પર અચળ બળ $F$ લગાડવાથી તેની લંબાઇમાં $ \Delta l$ જેટલો વધારો થાય છે. નીચે આપેલા સંબંધમાંથી કોનો આલેખ સીધી રેખા મળે?