Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા $a$ અને લંબાઈ $b$ છે. બીજા એક $\left( {a + \Delta a} \right)$ $\left( {\Delta a < < a} \right)$ ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ $B$ અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
$12\,mm$ વ્યાસ અને $1\,m$ લંબાઈના વાયરના ઉપરના છેડાને $Clamp$ કરેલ છે અને બીજા છેડાને $30^{\circ}$ ના ખૂણે $twist$ કરેલ છે. તો $Angle\,of\,shear.............^{\circ}$
તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.
$l$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા સળિયાને $0°C$ થી $100°C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકેલો છે કે જેથી તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી તો તેના પર ઊદભવતું બળ કોના સમપ્રમાણમાં હોય ?