Questions

કહેવત

🎯

Test yourself on this topic

10 questions · timed · auto-graded

Question 12 Marks
 ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
Answer
અર્થ ઉજ્જડ ગામમાં એરંડાને પ્રધાન જેવું માન મળે છે.
સમજૂતીઃ નાનો સમુદાય હોય, તેમાં રહેલી વ્યક્તિઓ સામાન્ય હોય ત્યારે તેમાંની કોઈ વ્યક્તિ અન્ય કરતાં થોડું વધારે જ્ઞાન ધરાવતી હોય તો તેને સૌ માન આપે છે. આવા સમયે તે વ્યક્તિ કૂવામાંના દેડકાની જેમ ફુલાય છે.
View full question & answer
Question 22 Marks
કકળાટ(કજિયા)નું મોં હંમેશાં કાળું.
Answer
અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી.
સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે;
આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે. આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ. અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી.
સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે; આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે. આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ.
View full question & answer
Question 32 Marks
ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર
Answer
અર્થ ડુંગર ખોદ્યો પણ તેમાંથી માત્ર ઉંદર જ મળ્યો. મહેનતના પ્રમાણમાં ફળ ન મળવું, પરિણામ ન આવવું.
સમજૂતી માણસ ઘણી મહેનત કરે, મૂડી રોકે, સાહસ કરે છતાં ઘણી વાર તેનું ધાર્યું પરિણામ મળતું નથી, ધાર્યા પ્રમાણે નફો મળતો નથી. વિદ્યાર્થી ઘણી મહેનત કરે, કોચિંગ વર્ગમાં જાય છતાં ઘણી વાર તેને તેની મહેનતના પ્રમાણમાં પરિણામ મળતું નથી.
View full question & answer
Question 42 Marks
જીભમાં ઝેર તો જગતથી વેર.
Answer
અર્થ : જીભમાં ઝેર હોય તો જગત સાથે વેર જ બંધાય છે. કર્કશ વાણી સંબંધો બગાડે છે, દુશ્મનાવટ વધારે છે. સમજૂતીઃ જેની જીભમાં અમી, તેને દુનિયા ગમી. જીભમાં ઝેર છે તેમ અમૃત પણ છે. કર્કશ વાણી ઝેર છે અને મીઠી વાણી અમૃત છે. “આંધળાનો પુત્ર આંધળો’ એવી દ્રોપદીની કર્કશ વાણીએ મહાભારત સર્જાયું. આપણે સત્ય પણ પ્રિય બોલવું જોઈએ.
View full question & answer
Question 52 Marks
પછેડી પ્રમાણે સોડ તણાય.
Answer
અર્થઃ ચાદર પ્રમાણે પગ લંબાવાય, શક્તિ હોય તે પ્રમાણેની ભક્તિ થાય.
સમજૂતી: Cut your coat according to your cloth. કે આપણે આપણી શક્તિ પ્રમાણેનું સાહસ કરી શકીએ, અન્યનું આંધળું ? અનુકરણ કરવું જોઈએ નહિ. આપણી સ્કૂટર ખરીદવાની શક્તિ હોય તો દેખાદેખીથી ગાડી ખરીદવાનું સાહસ કરવું જોઈએ નહિ. તેમ છે ન કરવાથી આપણી માનસિક શાંતિ હણાય છે, આપણે બિનજરૂરી તણાવમાં આવી જઈએ છીએ.
View full question & answer
Question 62 Marks
પૂછતા નર પંડિત.
Answer
અર્થ જે પૂછે છે તે માણસ પંડિત થાય છે.
સમજૂતીઃ કેટલાક માણસો પોતાને ન સમજાય તો બીજાને પૂછતાં સંકોચ અનુભવે છે, શરમાય છે. તેઓ આગળ વધી શકતા નથી.
કોઈ આપણને ભલે મૂર્ખ સમજે, પણ આપણે આપણને ન સમજાય તે સમજવા તે બાબતની જાણકારી જેની પાસે હોય તેને વિના સંકોચે || પૂછવું જોઈએ. ઘડીભર મૂર્ખ બની જવું, પણ જિંદગીના મૂર્ખ ન રહેવું. પૂછતા રહેવાથી આપણે આગળ વધી શકીએ છીએ.
View full question & answer
Question 72 Marks
સંપ ત્યાં જંપ.
Answer
અર્થ જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય.
સમજૂતી : સોને શાંતિમય જીવન પસંદ હોય છે. શાંતિમય જીવન જીવવું હોય તો સૌ સાથે સંપીને રહેવું જોઈએ. કોઈ સાથે ખોટો સંઘર્ષ કરવાથી આપણું જીવન અશાંત બને છે; આપણે તણાવમાં રહીએ છીએ. થોડી સહનશીલતા કેળવીને, થોડું જતું કરીને, સારાં કામોમાં સહકાર આપીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. તેમ કરવાથી જીવન આનંદમય બને છે.
View full question & answer
Question 82 Marks
અન્ન તેવો ઓડકાર.
Answer
અર્થ જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે, જેવાં કર્મ કરીએ તેવાં ફળ મળે.
સમજૂતીઃ આપણા વિચારો આપણા ખોરાક પર આધારિત છે. શુદ્ધ સાત્ત્વિક ખોરાક ખાવાથી પવિત્ર વિચારો આવે છે. તીખો, તળેલો ખોરાક ખાવાથી તમોગુણ વધે છે. એ જ રીતે સદ્ધાર્થનું સારું ફળ મળે અને દુષ્કર્મનું પાપ દરેકે ભોગવવું જ પડે.
View full question & answer
Question 92 Marks
દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
Answer
અર્થઃ નીતિથી મેળવેલી રકમ જ ટકે છે, અનીતિથી કરેલી કમાણી વેડફાઈ જાય છે.
સમજૂતીઃ દૂધમાં પાણી ભેળવીને વેચતાં પૈસા તો મળે છે, પરંતુ આ જ પૈસા ક્યારેક નદી-તળાવ ઓળંગતાં પાણીમાં પડી જાય છે. અનીતિથી એકઠું કરેલું ધન આકસ્મિક ખોટો ખર્ચ આવી પડતાં વપરાઈ જાય છે કે અન્ય રીતે આપણી પાસેથી જતું રહે છે. આથી આપણે હંમેશાં નીતિથી જ કમાવું જોઈએ.
View full question & answer
Question 102 Marks
ત્રેવડ ત્રીજો ભાઈ છે.
Answer
અર્થ : કરકસર કરીને ભેગી કરેલી રકમ ખરા સમયે ભાઈની જેમ મદદરૂપ થાય છે.
સમજૂતીઃ આપણી દૈનિક આવકમાંથી આપણે થોડી થોડી બચત કરવી જોઈએ, કરકસર કરવી જોઈએ. આ રીતે એકઠી કરેલી રકમ જ્યારે ઓચિંતી જરૂરિયાત ઊભી થાય ત્યારે આશીર્વાદરૂપ બનતી હોય છે. કઈ જરૂરિયાતમાં કાપ મૂકી શકાય તે આપણે જાતે જ નક્કી કરવું જોઈએ; જેમ કે જ્યાં બસમાં જઈ શકાય તેમ હોય ત્યાં રિક્ષા કરીને ન જવું જોઈએ.
View full question & answer
કહેવત - ગુજરાતી STD 11 Commerce Questions - Vidyadip