બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$ અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$ ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ .......... $torr$ થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ ..... $\%$ છે
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
જ્યારે $9.45\,g$ $ClCH _{2} COOH$ ને $500\, mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ $0.5°C$ નીચું જાય છે. તો $ClCH _{2} COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે. $\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]$ (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
$20^o$ સે.એ બેન્ઝિન અને ટોલ્યુઈન બંને આદર્શ દ્રાવણો છે. શુદ્ધ બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $75 $ ટોર અને ટોલ્યુઈનનું $22$ ટોર છે. $ 20^o$ સે. એ $78$ ગ્રામ બેન્ઝિન અને $46$ ગ્રામ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણ માટે બેન્ઝીનનુ બાષ્પ દબાણ ટોરમાં કેટલું થાય?