Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચાર કેપેસીટર $C_1=C , C_2=2C , C_3=3 C$ અને $C_4=4C$ ને આકૃતિ દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડેલાં છે. $C_2$ અને $C_4$ ના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થાય?
એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____ હશે.
$4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
$12\,pF$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે $10\, V$ વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) $6.5$ છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......$pJ$ કાર્ય થશે?
ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.
આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.
એક $C - R$ પરિપથના પ્રયોગમાં બે સમાન કેપેસિટર એક અવરોધ અને $6\;V$ નો $DC$ ઉદગમ જોડેલો છે. સમાંતર રીતે જોડેલાં અને સંપૂર્ણ ચાર્જ કરેલાં કેપેસીટર્સનો વોલ્ટેજ $10$ સેકન્ડમાં અડધો થઈ જાય છે. જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે, તો વોલ્ટેજ અડધો થતાં કેટલો સમય ($sec$ માં) લાગે?