Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
બે દ્વિ પરમાણ્વિક વાયુ $\mathrm{A}$ અને $\mathrm{B}$ $T$ તાપમાને છે. વાયુ $A$ ના અણુંનું દળ $m$ અને તે દઢ છે જ્યારે વાયુ $\mathrm{B}$ ના અણુનું દળ $\frac{\mathrm{m}}{4}$ અને તેમાં વધારાની કંપન ગતિ છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ વાયુની વિશિષ્ટ ઉષ્મા $(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})$ નો ગુણોત્તર કેટલો થાય?