Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કાર દરેક $20 \mathrm{~ms}^{-1}$ ની ઝડપ સાથે એકબીજા તરફ ગતિ કરી રહી છે. તેઓ જ્યારે એકબીજાથી $300 \mathrm{~m}$ અંતરે હોય ત્યારે ચાલક બ્રેક લગાવે છે અને $2 \mathrm{~ms}^{-2}$ ના દરથી પ્રતિપ્રવેગીત થાય છે. તઓ જ્યારે વિરામ સ્થિતિમાં આવે ત્યારે તેમનની વચ્ચેનું અંતર ........... છે.
એક $10\,cm$ ના લાકડા ના બ્લોકમાંથી પસાર થતાં બુલેટ નો વેગ $200\,m/s$ થી ઘટી ને $100\,m/s $ થાય છે. ધારો કે ઘટાડા દરમિયાન તેની ગતિ અચળ પ્રતિપ્રવેગી છે તો પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું થશે?
કોઈ લીસ્સી સમતલ સપાટી ને સમક્ષિતિજ થી $\theta$ ખૂણે ઢાળેલી છે. એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી શરૂ કરી ને ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ દડે છે. તો તેને તળિયે પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે?
એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?
એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં $150\,m/s$ ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના $3\,s$ અને $5\,s$ બાદના વેગનો ગુણોત્તર $\frac{x+1}{x}$ છે.$x$ નું મૂલ્ય $........$ છે.$\text { ( } g=10\,m / s ^2$ લો.)
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135 m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\ ms^{-1 }$ થી $ 20\ ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય $(s$ માં$)$ કેટલું હશે?
ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ઼ પ્રક્ષિપ્ત (ફેકવામાં) કરવામાં આવે છે. તે જમીન ઉપર $t_1$ સમયમાં પહોંચે છે. જે તેને આ જ સ્થાન આગળથી આ જ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન ઉપર $\mathrm{t}_2$ સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ ઉપ૨થી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોચતા લાગતો સમય. . . . .થશે.