Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, {N} / {m}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં $100\, {g}$ નો નાનો બોલ $B$ મૂકીને સ્પ્રિંગને $0.05\, {m}$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી $d$ અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી $2\, {m}$ ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો $d$ નું મૂલ્ય ($m$ માં) કેટલું હશે? $\left(g=10\, {m} / {s}^{2}\right)$
એક $R$ ત્રિજ્યાનો લીસો ગોળો એક સુરેખ રેખા પર અચળ પ્રવેશ $a = g$ થી ગતિ કરે છે. એક કણને ગોળાના ઉપરના ભાગમાં રાખેલો છે. તેને ત્યાંથી ગોળાની સાપેક્ષે શૂન્ય વેગથી મુક્ત (છોડવામાં) કરવામાં આવે છે. કણ સરકે છે તે દરમિયાન ખૂણા $\theta$ ના વિધેયમાં ગોળાની સાપેક્ષે તેની ઝડપ કેટલી હશે?
એક $M = 4\,m$ દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. $m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?
$u\hat i$ શરૂઆતનો વેગ ધરાવતો એક $m$ દળનો પદાર્થ એક $3m$ દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી $v\hat j$ જેટલા વેગથી ગતિ કરે તો વેગ $v$ કેટલો હશે?
$x$ અક્ષની દિશામાં મુક્ત રીતે ગતિ કરતા $1 kg $ દળના કણની સ્થિતિ ઊર્જા $V(x)\,\, = \,\,\left( {\frac{{{x^4}}}{4}\, - \,\,\frac{{{x^2}}}{2}} \right)\,J$સૂત્રથી આપી શકાય કણની કુલ યાંત્રિક ઊર્જા $2 J $ છે. તો કણની મહત્તમ ઝડપથી $ (m/s)$ માં કેટલી હશે ?