Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં $12\, {m}$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી $'{h}'$ ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે $h$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.
એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $8$ $cm$ લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં $46$ $cm$ રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ $cm$ હશે.( વાતાવરણનું દબાણ $=$ $Hg$ ના $76$ $cm$ )
પાત્રમાં $ h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં $t$ સમયમાં બધું પાણી બહાર આવી જાય છે.જો પાત્રમાં $4h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ હોય, તો તળિયે છિદ્ર પાડતાં કેટલા સમયમાં પાણી બહાર આવશે?
પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર ટાંકીની દીવાલમાં $A$ અને $B$ સપાટીથી $h_1$ ઊંડાઈ અને તળિયેથી $h_2$ ઊંચાઈ પર બે હૉલ છે.પાણીની સપાટી ટાંકીના તળિયેથી $H$ ઊંચાઈ પર છે.બંને હૉલમાંથી આવતું પાણી જમીન પર સમાન સ્થાન $S$ પર પડે છે તો $h_1$ અને $h_2$ નો ગુણોત્તર કેટલો થાય?